પુરુષ – E-Book

69.00

Front PageBackpage

પુરુષ — એક પુરુષની નહીં, દરેક પુરુષની સફર

રાજુની સફર દ્વારા પુરુષના પ્રેમ, જવાબદારીઓ, પિતૃત્વ, સંબંધો, સંઘર્ષ અને અંદર છુપાયેલી લાગણીઓની વાત કરતી હૃદયસ્પર્શી ગુજરાતી ઈબુક.

એક એવી સફર, જેમાં કદાચ તમને તમારો કોઈ પોતાનો રાજુ મળી જશે.

SKU: N/A Category:

Front Page Backpage

એક પુરુષની નહીં, દરેક પુરુષની સફર

“પુરુષ” માત્ર એક પુસ્તક નથી.
એક એવા પુરુષની સફર છે, જે જન્મે ત્યારે માત્ર એક બાળક હતો… પણ સમય, સંજોગો, સંબંધો અને જવાબદારીઓએ તેને ધીમે ધીમે “પુરુષ” બનાવી દીધો.

આ વાર્તાનો રાજુ કદાચ માત્ર એક પાત્ર છે…

પણ એની અંદર તમને તમારા પિતા, તમારા પતિ, તમારા ભાઈ, તમારા દીકરા અને કદાચ તમારી પોતાની જાત પણ જોવા મળી શકે છે.

રાજુનો જન્મ થાય છે ત્યારે પરિવાર ખુશ થાય છે.
ત્રણ બહેનો પછી મળેલો દીકરો કોઈ માટે વંશનો વારસદાર બને છે, કોઈ માટે બહેનોનો રક્ષક, કોઈ માટે પરિવારનો આધાર.

પણ રાજુને ખબર નથી હોતી કે આ ખુશીઓની સાથે કેટલી જવાબદારીઓ પણ એની સાથે જન્મી છે.

બાળપણમાં એને કહેવામાં આવે છે —
“છોકરો થઈને રડે છે?”

યુવાનીમાં એને પ્રેમ થાય છે.
પણ પ્રેમ હંમેશા મળી જાય એવું ક્યાં છે?

પછી જીવન એને બીજી દોડમાં ધકેલી દે છે —
પૈસા, પરિવાર, લગ્ન, સંતાનો અને સમાજની અપેક્ષાઓની દોડ.

રાજુ પિતા બને છે.

અને ત્યારે એને પહેલીવાર સમજાય છે કે પિતા બનવું માત્ર એક સંબંધ નથી…
એ એક એવી જવાબદારી છે, જે માણસને પોતાની જાતથી પણ દૂર લઈ જાય છે.

સમય પસાર થાય છે.

બાળકો મોટા થાય છે.

રાજુ વૃદ્ધ થાય છે.

જે હાથોએ બાળકોને ચાલતા શીખવ્યા હતા, એ હાથ હવે પોતે ટેકાની રાહ જુએ છે.

જે માણસે આખી જિંદગી પરિવાર માટે ઘર બનાવ્યું હતું, એ જ માણસ એક દિવસ પોતાના માટે એક સવાલ લઈને ઊભો રહે છે…

“ઘર કે વૃદ્ધાશ્રમ?”

“પુરુષ” રાજુની જન્મથી મૃત્યુ સુધીની સફર નથી માત્ર.
આ એ પ્રશ્નોની સફર છે, જે કદાચ દરેક પુરુષ પોતાના મનમાં ક્યારેક પૂછે છે — પણ બોલી શકતો નથી.

શું પુરુષને રડવાનો અધિકાર નથી?

શું પુરુષને પ્રેમની જરૂર નથી?

શું પિતાનો પ્રેમ માતાના પ્રેમ કરતાં અલગ હોવાને કારણે ઓછો છે?

શું જવાબદારીઓ માણસને પુરુષ બનાવે છે?

અને આખરે…

જે માણસે આખી જિંદગી બીજાઓ માટે જીવી,
એના માટે કોણ જીવ્યું?


આ પુસ્તક કોના માટે છે?

❤️ પોતાના પિતાને સમજવા માંગતા દરેક દીકરા-દીકરી માટે
❤️ પોતાના પતિને સમજવા માંગતી દરેક પત્ની માટે
❤️ પોતાના દીકરાને માત્ર “મજબૂત” નહીં, પણ ખુશ જોવું માંગતા માતા-પિતા માટે
❤️ અને દરેક એવા પુરુષ માટે, જેની અંદર આજે પણ એક “રાજુ” જીવતો છે.


એક વાત યાદ રાખજો…

પુરુષ જન્મતો નથી…
એને પરિસ્થિતિઓ, જવાબદારીઓ અને સમાજ ધીમે ધીમે બનાવી દે છે.

અને કદાચ…

દરેક પુરુષની અંદર ક્યાંક એક રાજુ હજુ પણ જીવતો હોય છે.

Language

Gujarati, Hindi, English

Reviews

There are no reviews yet.

Be the first to review “પુરુષ – E-Book”

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top